લાલપુર તાલુકાના ગોવાણા ચોકડી પાસેથી પસાર થતા છોટાહાથીને આંતરીને તલાસી લેતા તેમાંથી બે અબોલ પશુઓને પૂરવામાં આવ્યાં હતાં. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી પશુઓને મુકત કરી પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગોવાણાની ચોકડી પાસેથી પસાર થતા જીજે-10-વાય-3526 નંબરના છોટા હાથીને લાલપુર પોલીસે આંતરીને તલાસી લેતા વાહનમાં એક ભેંસ તથા એક પાડાને ક્રૂરતાપૂર્વક ભરીને લઇ જતા મળી આવતા પોલીસે ઈકબાલ અલીમીયા બુખારી, અસલમ ઉર્ફે ભીખુ અબુ ચાકી, હનિફ ઉર્ફે ટકો તાલબ સેતા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ બન્ને પશુઓને મુકત કરી પાંજરાપોળમાં મોકલવા અને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


