Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મનોરંજન રાઈડનું યાંત્રિક કમિટી દ્વારા નિરીક્ષણ

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મનોરંજન રાઈડનું યાંત્રિક કમિટી દ્વારા નિરીક્ષણ

આગામી તા.23 તારીખથી મશીન મનોરંજન રાઈડનો પ્રારંભ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે, અને 20 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી યોજવા માટેનું આયોજન કરાયું છે. દરમિયાન આજે સવારે જામનગર જિલ્લા કલેકટર દ્વારા આયોજિત મેળા કમિટી દ્વારા મશીન મનોરંજનની રાઈડની યાંત્રિક ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ યાંત્રિક રાઈડ ચાલુ કરવા માટેના કેટલાક નિયમોમાં ફેર બદલાવ કરાયો છે, અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરતા પહેલાં અનેક પ્રકારની મંજૂરીઓ મેળવવાની રહેતી હોય છે તે અંગેની જરૂરી ચકાસણી આજે કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા કલેકટર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મેળા કમિટીના અધ્યક્ષ પાણી પુરવઠા બોર્ડના અધિકારી નીતિન ગોઠીની રાહબરી હેઠળ આર.એન.બી. વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરી છૈયા, તથા જુનિયર ઈજનેર ધવલ દેવમુરારી, ઇન્ડસ્ટ્રીયલ વિભાગના અધિકારી યોગેશ પેન્ડાલ, પોલિટેકનિક કોલેજના અધિકારી એ.એમ. ગલાણી, ઈલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હરેશ લગારીયા, પીજીવીસીએલના નાયબ ઇજનેર અજય પરમાર, ફાયર બ્રિગેડ શાખાના જે. એન રાજગોર, ઉમેદ ગામેતી, કામિલ મહેતા, સજુભા જાડેજા, અને ઉપેન્દ્ર સુમડ સહિતની ટીમ દ્વારા સમગ્ર મેળાની યાંત્રિક રાઈડની તમામ પ્રકારે ચકાસણી કરવામાં આવી હતી અને ચાર્ટર એન્જિનિયર તેજસ ઝાલાની પણ મદદ લેવામાં આવી હતી. જેનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે અને આગામી 23 તારીખના શુક્રવાર થી મેળા મેદાનમાં યાંત્રિક રાઈડ શરૂ થઈ જશે, તેમ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular