Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકન મહામારીશાસ્ત્રીને કહ્યું, ભારતમાં થોડા સપ્તાહનું લોકડાઉન જરૂરી

અમેરિકન મહામારીશાસ્ત્રીને કહ્યું, ભારતમાં થોડા સપ્તાહનું લોકડાઉન જરૂરી

- Advertisement -

યુએસના ટોચના મહામારીશાસ્ત્રી ડો. એન્થોની ફોસીએ ભારતમાં કોરોના મહામારીના ઘાતક મોજાને અંકુશમાં લેવા માટે ભારતમાં થોડા સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરવાનું સૂચન કર્યું છે. ફોચીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે બીજી સૌથી મહત્વની બાબત  ઓક્સિજન, દવાઓ અને પીપીઇ કીટનો પુરવઠો મેળવવાની છે. બાઇડન વહીવટતંત્રના ચીફ મેડિકલ એડવાઇઝર ફોસીએ કોઇ સરકારનું નામ લીધા વિના જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે વિજયની જાહેરાત બહુ વહેલી કરી દેવામાં આવી હતી. તેમણે એક વર્ષ પહેલાં ચીનમાં થયેલાં કોરોના કેસોના વિસ્ફોટનો દાખલો આપી જણાવ્યું હતું કે તેમણે સંપૂર્ણ લોકડાઉન કરી દીધું હતું. ભારતમાં છ મહિના માટે લોકડાઉન કરવાની જરૂર નથી પણ કમ કે કમ એક કામચલાઉ લોકડાઉન જાહેર કરીને ચેપની સાયકલને તોડવી જરૂરી છે. થોડા અઠવાડિયા માટે પણ લોકડાઉન જાહેર કરવામાં આવે તો તેની ખાસી અસર પડે છે. 

- Advertisement -

ભારતમાં શનિવારે કોરોનાના ચાર લાખ નવા કેસો નોંધાયા હતા અને સક્રિય કેસોનો આંક ૩૨ લાખ કરતાં પણ વધારે છે. ભારતની વર્તમાન હાલત વિશે તેમણે જણાવ્યું હતું કે મેં સાંભળ્યું છે કે લોકો તેમના માતા-પિતા અને ભાઇ-બહેનોને શેરીઓમાં લાવે છે અને પછી તેઓ ઓક્સિજન શોધવા નીકળે છે. એવું લાગે છેે કે કોઇ સેન્ટ્રલ સંગઠન રહ્યું નથી. તેમણે રસીકરણના મહત્વને સમજાવતાં ઉમેર્યું હતું કે 1.4 અબજની વસ્તી ધરાવતાં દેશમાં કુલ વસ્તીના માંડે બે ટકા લોકોને રસી અપાઇ છે તે જોતા ભારતે હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. તેમણે રસી બનાવતી કંપનીઓ સાથે વહેલી તકે રસી મેળવવા માટે વાટાઘાટો કરવાની સલાહ આપી જણાવ્યું હતું કે ભારત તો દુનિયાનો સૌથી મોટો રસી બનાવનારો દેશ છે.તમારે તમારી પોતાની ક્ષમતાને વધારવી જોઇએ. બીજી તરફ યુએસના આરોગ્ય મંત્રી ગેઇલ ઈ. સ્મિથે જણાવ્યું હતું કે ભારતમાં હજી કોરોનાના કેસોની ટોચ આવી નથી. તેમણે જણાવ્યું હતું કે એક વાર ભારત તરફથી જરૂરી વસ્તુઓની યાદી મળે તે પછી અમે ઇન્ટ્રાએજન્સીઓને કામે લગાડી તે ચીજોનો સતત પુરવઠો મળી  રહે તેવી વ્યવસ્થા ગોઠવીશું.  દરમ્યાન પ્રતિનિૅધિ સભામાં ડેમોક્રેટિક કો-ચેર ઓફ ઇન્ડિયા કોકસના બ્રાડ શેરમાને જણાવ્યું હતું કે ભારતમાં કોરોના મહામારી વકરશે તો અમેરિકામાં પણ આ વેરીઅન્ટને કારણે જોખમ સર્જાવાની ભિતી છે. કોકસના અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે ભારતના આરોગ્યતંત્ર જે રીતે કોરોના મહામારીએ ધમરોળી નાંખ્યું છે તે હદયવિદારક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular