નવા વર્ષ 2026ના પાવન અવસરે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. નીતા અંબાણી અને અનંત અંબાણી પણ તેમની સાથે હાજર રહ્યા હતા. સોમનાથ મહાદેવના ચરણોમાં શ્રદ્ધાભાવ સાથે માથું નમાવીને અંબાણી પરિવારે દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપિકા નીતા અંબાણી અને રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ મંદિરના ગર્ભગૃહમાં મહાદેવનો ગંગાજળથી અભિષેક કર્યો હતો. સંપૂર્ણ ભક્તિભાવ સાથે ‘સોમેશ્વર મહાપૂજા’ સંપન્ન કરવામાં આવી. આ ઉપરાંત મંદિર શિખર પર ધ્વજા પૂજા તેમજ પરંપરાગત મહત્વ ધરાવતી પાગ પૂજા પણ કરવામાં આવી હતી.
View this post on Instagram
અંબાણી પરીવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતી લોકકલ્યાણ પ્રવૃત્તિઓ તથા લાખો યાત્રિકોની સુવિધાઓના વિકાસ માટે ₹5 કરોડની રકમ ‘શિવાર્પણ’ તરીકે અર્પણ કરી હતી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશભાઈ ચાવડાએ અંબાણી પરિવારનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કર્યું હતું.


