Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયપહાડોથી મેદાનો સુધીની હવા ઝેરી બની

પહાડોથી મેદાનો સુધીની હવા ઝેરી બની

અનેક રાજ્યોમાં હવામાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું

- Advertisement -

દેશમાં હજુ શિયાળાની ઠંડી શરૂ થઈ નથી પરંતુ તે પુર્વે ઘુમ્મસ ખતરનાક સ્તરે પહોંચી ગયુ છે. ઉતર ભારતનાં પહાડી રાજયોથી માંડીને પાટનગર દિલ્હી સુધી હવાની ગુણવતા ગંભીર શ્રેણીમાં આવી જવા સાથે ઝેરી પ્રદુષણ ફેલાયું છે.વીઝીબીલીટી ઝીરો થતાં વિમાની સેવાથી માંડીને વાહન વ્યવહાર પ્રભાવીત બન્યો છે.

- Advertisement -

પાટનગર દિલ્હીમાં તો બે દિવસથી ઝેરી પ્રદુષણ ખતરનાક સ્તરે આવી જતા આરોગ્યની ચિંતા ઉભી થવા લાગી જ હતી. હવે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરીયાણાથી લઈને બિહાર સુધીનાં રાજયોમા હવાની ગુણવતા ગંભીર શ્રેણીમાં આવી ગઈ છે. લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ તથા આંખોમાં બળતરા જેવી હાલતનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ ત્રણેક દિવસ આ સ્થિતિ રહેશે અને ત્યારબાદ વેસ્ટર્ન ડીસ્ટબન્સ સર્જાયા પછી લોકોને આંશીક રાહત મળી શકશે. દિ્હી નઆર સહીત સમગ્ર ઉતર ભારત ગાઢ ઘુમ્મસમાં લપેટાયેલૂ રહ્યું હતું.

- Advertisement -

હિમાચલથી માંડીને રાજસ્થાન સુધી હવાની ગુણવતા ગંભીર શ્રેણીમાં રહી હતી. દિલ્હીમાં વીઝીબીલીટી ઝીરો થતા 10 વિમાનો ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા. 50 થી વધુ ટ્રેનો મોડી પડી હતી. દરમ્યાન પાટનગર દિલ્હીમાં સિઝનનું સૌથી વધુ ખતરનાક પ્રદુષણ સ્તર નોંધાયુ હતું. ઘુમ્મસની ચાદર સર્જાયાનો માહોલ હતો. કેન્દ્રીય પ્રદુષણ બોર્ડનાં રીપોર્ટ પ્રમાણે આનંદ વિહાર ક્ષેત્રમાં એર કવોલીટી ઈન્ડેકસ 472 પર પહોંચ્યો હતો.પ્રથમ વખત વાયુ પ્રદુષણ અત્યંત ગંભીર શ્રેણીમાં આવ્યુ હતું. સર્વત્ર ઘુમ્મસની ચાદર હતી.

અક્ષરધામ મંદિર તથા આસપાસનાં વિસ્તારમાં હાલત વધુ ખરાબ હતી. પંજાબનાં અમૃતસરમાં પણ વિઝીબીલીટી ઝીરો થઈ હતી. પઠાણકોટમાં 100 મીટર, ગોરખપુરીમાં ઝીરો, આગ્રામાં 520 મીટર, વીઝીબીલીટી હતી. 17 નવેમ્બર સુધી આ સ્થિતિ રહેવાની શકયતા છે. અને સોમવારથી તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular