જામનગર તાલુકાના બાડા ગામમાં રહેતાં પ્રૌઢની પત્ની અને પુત્ર તથા પુત્રી રણુજાના મેળામાંથી રાત્રિના નવ વાગ્યે ઘરે પહોંચતા પ્રૌઢે પત્ની સાથે બોલાચાલી કરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બાડા ગામમાં રામ મંદિર પાછળ દરબારવાસમાં રહેતાં વિક્રમસિંહ દિપસિંહ જાડેજા (ઉ.વ.53) નામના પ્રૌઢના પત્ની અને તેનો પુત્ર તથા પુત્રી રણુજાના મેળામાં ગયા હતાં અને મેળામાંથી રાત્રિના નવ વાગ્યે ઘરે પરત ફરતાં પ્રૌઢ પતિએ પત્નીને ‘મેળામાંથી જલ્દી ઘરે આવી જવાઈ, જમવાનું મોડું થયું છે’ તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ પ્રૌઢ વિક્રમસિંહ તેના ઘરની બાજુમાં આવેલા વાડામાં જઈ સોમવારે રાત્રિના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર હિતેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી.પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.