- Advertisement -
કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગાંધવી) ગામે રહેતા વર્ષાબેન વસંતગર મેઘનાથી નામના 55 વર્ષના બાવાજી પ્રૌઢાએ પોતાના ઘર નજીક સરકારી ખરાબામાં આવેલી પડતર ઓરડીમાં પોતાના હાથે ગળાફાંસો ખાઇ લેતાં તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.
મૃતક વર્ષાબેનના પુત્રવધૂને લગ્ન પ્રસંગમાં જવું હોય, તે બાબતે વર્ષાબેને તેમના પતિ વસંતગરને પૂછતા તેમણે ના કહી હતી. બાદમાં પુત્રવધુએ વસંતગરને પૂછતા તેમણે હા પાડી હતી. આ બાબતનું માઠું લાગી આવતા વર્ષાબેને પોતાના હાથે ગળાફાંસો ખાઇ લીધો હોવાનું વસંતગર દયાગર મેઘનાથી (ઉ.વ. 60) દ્વારા કલ્યાણપુર પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, કાર્યવાહી કરી હતી.
- Advertisement -