Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરદારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

સાંતલપુર પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબી પોલીસે કાલાવડનાકા બહાર ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના કેસનો આરોપી ધર્મેશ ઉર્ફે ધમો નરશી ગોરસરા નામનો શખ્સ છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો હોય આ દરમિયાન હાલમાં જામનગરના કાલાવડ નાકા બહાર હોવાની એલસીબીના પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેકો વનરાજભાઈ મકવાણા, તથા ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી પી વાઘેલાની સૂચના અને એલસીબીના પીઆઈ જે.વી. ચોધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઇ આર.કે. કરમટા, એસ પી ગોહિલ તથા પીએન મોરી સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન કાલાવડ નાકા બહાર મટન માર્કેટ પાસેથી આરોપી ધર્મેશ ઉર્ફે ધમો નરશી ગોરસડા નામના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular