જામનગર શહેર, ધ્રોલ, સિકકામાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને જામનગરમાં ગુલાબનગર નજીક વિભાપર રોડ શિવનગર સોસાયટીમાંથી જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝપડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચોરીને અંજામ આપનાર સીકલિગર ગેંગનો એક આરોપી ઝડપાયો છે. જયારે આ ગેંગમાં વધુ ત્રણ આરોપીઓની સંડોવણી ખુલતાં તેમને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
ગત તા.3-12-2021ના રોજ જામનગરના સ્વામીનારાયણનગરમાં ફરિયાદી ભાનુબેન કાન્તિલાલ મોચીના મકાનમાંથી રૂા.60,000ની કિંમતના સોનાના ચેઇન, પેડલ, સોનાનો હાર તથા રૂા.60,000 રોકડ મળી કુલ રૂા.1,20,000ની ચોરી થઇ હતી. આ ચોરીના ગુના શોધી કાઠવા એલસીના પીઆઇના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઇ કે.કે.ગોહિલ, આર.બી.ગોજીયા તથા બી.એમ.દેવમુરારી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા આ દરમ્યાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, દિલિપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામનગર વિભાપર રોડ ઉપર આવેલ શીવનગર સોસાયટીમાં રેઇડ કરતાં આરોપી સુરણસિંગ રતનસિંગ સરદારને ઝડપી પાડયો હતો. તેમજ તેના કબ્જામાંથી રૂા.10,000 કિંમતની સોની કંપનીની એલઇડી ટીવી, રૂા.2,250ની રોકડ તથા રૂા.1,000ની કિંમતનો ગેસનો બાટલો કબજે કર્યો હતો.
આરોપીની પુછપરછ દરમ્યાન આરોપીએ ગત તા.27/2/2021ના રોજ રાત્રી દરમ્યાન જામનગર સ્વામીનગર રહેતા ડીમ્પલબેન દિલીપભાઇ ડાભી તથા પુજાબેન હરેશભાઇ પરમારના મકાનના તાળા તોડી બે રહેણાક મકાનમાથી રોકડ રકમ તથા સોના દાગીના મળી આશરે એક લાખ રૂપીયાના મુદામાલની ચોરી કરી હતી. તેમજ આરોપી સુરણીંગ રતનસીંગ સદાજી, જોગીન્દ્રરસિંગ ઉર્ફે કબીર સંતોષીંગ ભોન્ડ, ભીલસીંગ રતનસીંગ ટાંક, સુનીલસીંગ પાનસીંગ બાવરેએ મળી જામનગર શહેરમાં નવાગામધેડ, સ્વામીનારાયણનગર, રામેશ્વરનગર વિગેરે વિસ્તારમાં આવેલ અલગ અલગ11 સાથે મકાનના તાળા તોડી રોકડ રૂપીયા તથા સૌનાના દાગીના સોની કંપનીની એલઇડી ટીવીની ચોરીની કબુલાત કરી હતી. આ ઉપરાંત આઠેક દિવસ પૂર્વે રાત્રી દરમ્યાન જામનગર શહેરમાં એક મકાનમાં તાળા તોડી ગેસનો બાટલો, બારેક દિવસ પૂર્વે રાત્રી ધ્રોલમાં આવેલ પેટ્રોલપંપની પાછળ, મહાલક્ષ્મી સોસાયટી તથા ધ્રોલ મુસ્લીમ વિસ્તારમાં તથા ધ્રોલ જોડીયા રોડ, જોડીયા નાકા પાસે આવેલ મકાનના તાળા તોડી અલગ અલગ પાંચ મકાનમાંથી રોકડ તથા અન્ય મુદામાલની ચોરી કરી હતી તેમજ અગીયારેક દિવસ પહેલા સિકકા ટાઉનમાં અલગ અલગ બે સોસાયટીમાં તથા નાની ખાવડીમાં એક મકાન મળી કુલ ત્રણ મકાનના તાળા તોડી તેમાંથી રોકડ રૂપીયા તથા કરીયાણાની ચીજવસ્તુની ચોરી, આગીચારેક દિવસ પહેલા જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર એસ્સાર પંપની બાજુમાં તથા કાલાવડ નાકા રોડ ઉપર આવેલ બે મકાનના તાળા તોડી રોકડ રૂપીયાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આ ચોરીના અલગ અલગ ગુનામાં સુરણસીંગ રતનસીંગ સરદાર ,જોગીન્દરસીંગ ઉર્ફે કબીર સંતોષસીંગ ભોન્ડ, ભીલસીંગ રતનસીંગ ટાંક , સુનીલસીંગ પાનસીંગ બાવરેની સંડોવણી ખુલતા તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચનાથી પો.સ.ઇ. કે.કે.ગોહીલ, પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોંચીયા, નિર્મળસિંહ એસ.જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર,સુરેશભાઇ માલકીયા લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.