જામનગર સિટી એ તેમજ જોડિયા પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડએ કચ્છ ખાતેથી ઝડપી લઇ સિટી એ ડીવીઝનને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી એ ડીવીઝન તેમજ જોડિયા પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં છેલ્લાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી રાજેશ મનોજ યાદવ હાલ આદિપુર (કચ્છ) રહેતો હોવાની પેરોલ ફર્લો સ્ટાફના હેકો રણજીતસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ જાડેજા તથા કરણસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબી / પેરોલ ફર્લો સ્કવોર્ડના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન મુજબ એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, પો.હે.કો. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઇ બ્લોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઈ ગઢવી, કરણસિંહ જાડેજા, રાજેશભાઈ સુવા, ભરતભાઈ ડાંગર તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્વણ તથા અરવિંદગીરી તેમજ એલસીબીના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર એ આરોપી રાકેશ મનોજ યાદવને આદિપુર (કચ્છ) થી ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે જામનગર સીટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.