જામનગર પોલીસની પેરોલફર્લો સ્ક્વોડે અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ભાવનગરના વડીયામાંથી ઝડપી લીધો છે. પકડાયેલા આરોપીને સિક્કા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં 2020માં અજય બચુભાઇ મારૂ નામના 21 વર્ષના મુળ ખરજ ગામ, દાહોદના શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવામાં આવી હતી. ત્યારબાદથી આરોપી અજય ફરાર હતો. દરમિયાન પોલીસની પરલો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વડીયા ગામેથી બે વર્ષથી ફરાર આ શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી માટે તેને સિક્કા પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે. આ કામગીરી ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, હેડ કોન્સ. લગધીરસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, ગજેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, કાસમભાઇ બ્લોચ તથા પો.કો. મહિપાલ સાદીયા, ધર્મેન્દ્ર વૈશ્ર્ણવ, અરવિંદગીરી ગોસ્વામી અને એલસીબીના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.