જામનગર એસ.ઓ.જી. એ અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને સણોસરા ગામના પાટીયેથી ઝડપી લીધો લઇ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગતો અનુસાર જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સાગર વેરશીભાઈ પરમાર નામના 24 વર્ષના ખીજડીયા ગામના શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવામાં આવી હતી. આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો. દરમિયાન એસઓજીના રાજેશભાઈ મકવાણા, રવિભાઈ બુજડ તથા શોભરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જીલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેયની સુચના તથા એસઓજીના પીઆઈ એસ.એસ.નીનામા તથા પીએસાઈ આર.વી.વીંછીના માર્ગદર્શન હેઠળ એસઓજીના સ્ટાફ દ્વારા ધ્રોલ રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલા સણોસરા ગામના પાટીયેથી એક વર્ષથી ફરાર આ શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી માટે તેને સીટી સી ડીવીઝન પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.


