- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ સુરજકરાડી વિસ્તારમાં રહેતા આસિફ આરીફભાઈ ઓઘીયા નામના શખ્સને અદાલત દ્વારા ચોક્કસ ગુન્હાના સંદર્ભે જેલની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ શખ્સ ગત તારીખ 30 માર્ચ 2021 થી 90 દિવસના વચગાળાના જામીન મેળવી અને છુટયા બાદ ગત તારીખ 12 ઓગસ્ટ- 2021 ના રોજ જેલમાં પરત હાજર થવાના બદલે નાસી છૂટતા આ શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ઉપરોક્ત આરોપી મીઠાપુર ખાતે તેમના નિવાસસ્થાન નજીક હોવાની બાતમી જિલ્લા એલસીબી પોલીસ વિભાગના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ તથા અરજણભાઈ મારુને મળતા ઉપરોક્ત આરોપીને ગત મોડી સાંજે ઝડપી લઈ, અને મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
- Advertisement -