જામનગર સિટી સી ડીવીઝન પોલીસમાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂના કેસમાં એક વર્ષથી ફરાર નાસતા-ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે માટેલથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના સિટી સી ડીવીઝનમાં જનક ઉર્ફે કુકો કરમશીભાઈ ઉધરેજિયા વિરુધ્ધ ઈંગ્લીશ દારૂનો કેસ નોંધાયા બાદ આરોપી છેલ્લાં એક વર્ષથી ફરાર હોય, પેરોલ ફર્લો સ્કવોર્ડના ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર, મહિપાલભાઈ સાદીયાને આરોપી માટેલ ગામે હોવાની મળેલ બાતમીને આધારે રેઈડ દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે રેસી સેનેટરી કંપનીમાંથી આરોપી જનક ઉર્ફે કુકો કરમશીભાઈ ઉધરેજિયાને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે સિટી સી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.
આ કામગીરી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, હેકો લખધિરસિંહ જાડેજા, રાજેશભાઈ સુવા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઈ ડાંગર, રણજીતસિંહ પરમાર, પો.કો. મહિપાલભાઈ સાદીયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબીના હેકો નિર્મળસિંહ જાડેજા તથા પો.કો. બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.