Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરદારૂના કેસમાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

દારૂના કેસમાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

સિટી બી ડીવઝિન દ્વારા વીકટોરીયા પુલ નજીકથી આરોપીને દબોચી લેવાયો

દારૂના કેસમાં છેલ્લાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને જામનગર સીટી બી ડીવીઝને વીકટોરીયા પુલ નજીકથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી બી ડીવીઝનમાં અલગ અલગ બે દારૂના કેસમાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી વિકટોરિયા પુલ વિસ્તારમાં હોવાની સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ હિતેશભાઈ ચાવડા તથા પો.કો. સંજયભાઈ પરમારને મળેલી બાતમીના આધારે સદરહુ જગ્યાએ રેઈડ દરમિયાન આરોપી સાગર પ્રભુદાસ રામદેપોત્રાને ઝડપી લઇ ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપી અગાઉ પણ પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યવાહી પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, પો.કો. હરદીપભાઈ બારડ, મનહરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, હિતેશભાઈ સાગઠીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular