અમદાવાદ જિલ્લાના બગોદરામાં સરકારી પેટ્રોલ પંપ પાસે બેફીકરાઈથી ટ્રક ચલાવી કાર સાથે અકસ્માત કરી એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ધ્રોલ તાલુકાના હમાપર ગામમાંથી પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન હેઠળ બગોદરા સરકારી પેટ્રોલ પંપ પાસેથી એક વર્ષ અગાઉ સંજય સોલંકી નામના ટ્રકચાલકે તેનો ટ્રક બેફીકરાઇથી ચલાવી કાર સાથે અથડાવી અકસ્માતમાં ઈજા પહોંચાડી ઉપરાંત રોડ પરની દુકાનોમાં નુકસાન કર્યાના બનાવમાં એક વર્ષથી નાસતા ફરતા સંજય અંગેની પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદ ભરવાડ, સલીમ નોયડા, ભરત ડાંગર, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એસ.પી. ગોહિલ, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે રાજકોટથી ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં આવી રહેલા સંજય બિજલ સોલંકી નામના શખ્સને ઝડપી લઇ બગોદરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી હતી.