જામનગરમાં બ્રુકબ્રોન્ડ ગ્રાઉન્ડમાંથી પકડ વોરન્ટ અને મારામારીના ગુનામાં નાસતા-ફરતા શખ્સને એલસીબીની ટીમે ઝડપી લઇ સીટી-બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં નોંધાયેલા બે ગુનામાં પકડ વોરન્ટ તથા એક કેસમાં જામીન લાયક વોરન્ટ ઇસ્યુ થયેલ અને રાજકોટના ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસતો ફરતો હિરેન્દ્રસિંહ ઉર્ફે હિરેન વિજયસિંહ ઝાલા નામના શખ્સ અંગેની એલસીબીના સુરેશ માલકિયા, અજયસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે બ્રુકબોન્ડ મેદાનમાંથી હિરેન્દ્રસિંહને ઝડપી લઇ સીટી-બી ડિવિઝન પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.