Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરવચ્ચગાળાના જામીન પર ફરાર હત્યાનો આરોપી હાપા રેલવે સ્ટેશનેથી ઝડપાયો

વચ્ચગાળાના જામીન પર ફરાર હત્યાનો આરોપી હાપા રેલવે સ્ટેશનેથી ઝડપાયો

પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા હાપાથી દબોચ્યો

- Advertisement -

જામનગરમાં સીટી-બી ડિવિઝનમાં વર્ષ 2017માં નોંધાયેલ હત્યાના કેસમાં જામનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલ આરોપી વચગાળાના જામીન પર છુટયાબાદ ફરાર હોય આ આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે હાપા રેલવે સ્ટેશનેથી દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-બી ડિવિઝનમાં વર્ષ 2017માં જામનગરના નાગેશ્ર્વરમાં થયેલ હત્યાના નોંધાયેલા કેસમાં જામનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલ કેદી નં.46/2022 દિપક નાનજીભાઇ રાઠોડ નામનો શખ્સ વચ્ચગાળાના જામીન ઉપર છુટયાબાદ ફરાર થઇ ગયો હતો. આ આરોપી અંગેની જામનગર પેરોલ ફર્લો સ્કવોડના સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચ, ગોવિંદભાઇ ભરવાડને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી એસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એ.એસ.ગરચર, એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે હાપા રેલવે સ્ટેશનેથી હત્યાના આરોપી દિપક રાઠોડને દબોચી લઇ જામનગર જિલ્લા જેલ ખાતે ધકેલવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular