Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરટ્રેનના કોચમાંથી બેટરીના કોપર કેબલની ચોરી કરનાર આરોપીઓને આરપીએફ સ્ટાફે ઝડપાયા

ટ્રેનના કોચમાંથી બેટરીના કોપર કેબલની ચોરી કરનાર આરોપીઓને આરપીએફ સ્ટાફે ઝડપાયા

- Advertisement -

રાજકોટ રેલવે ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ તેમના ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા તત્પર હોય છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર તાજેતરમાં, ટ્રેનના એસી કોચમાંથી બેટરીના કેબલ અને નટ બોલ્ટની ચોરી કરનાર આરોપીઓ આરપીએફ સ્ટાફની સૂઝબૂઝ થી ઝડપાઈ ગયા છે.

- Advertisement -

19 જૂનના રોજ ટ્રેન નં. 22937 રાજકોટ-રીવા સુપર ફાસ્ટ એક્સપ્રેસ ના કોચ નંબર A1, A2, B1, B2, B3, B4 ના કૂલ 6 કોચ માં લાગેલ બેટરી સાથે ફીટ કરવામાં આવેલ 300 નંગ ઇન્ટર સેલ કનેક્ટર કોપર કેબલ (અંદાજિત વજન 50 કિલોગ્રામ, અંદાજિત 50 કિલોગ્રામ) અને નટ બોલ્ટ (અંદાજિત વજન અંદાજે 20 કિગ્રા, કિંમત આશરે રૂ. 600/-) સહિત કુલ રૂ.27,600ની કિંમતનો માલ ચોરી થયા ની સૂચના આરપીએફ સ્ટાફને મળી હતી. માહિતી મળતાં જ આરપીએફની ક્રાઈમ બ્રાન્ચ રાજકોટના ઈન્સ્પેક્ટર ઋષિકાંત રાય અને આરપીએફ રાજકોટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પંકજ ધાકડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શંકાસ્પદને શોધી કાઢવા અને કડીઓ મેળવવા માટે ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતાં. બાદમાં, ગોપનીય સ્ત્રોતો અને ડોગ સ્કવોડની મદદ થી ચોરી કરનાર 05 આરોપીઓમાંથી મદદથી 03 આરોપીઓ અને 01 રીસીવરની સંપૂર્ણ કિંમત રૂા. 27,000 સાથે ધરપકડ કરવામાં આવી હતી અને 02 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. વધુ તપાસ આરપીએફ રાજકોટ ની સબ ઈન્સ્પેક્ટર નાઝનીન મન્સુરી ચલાવી રહ્યા છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, સૂઝબૂઝ અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular