Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવકની હત્યાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

જામનગરમાં યુવકની હત્યાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે દબોચ્યો : રિમાન્ડ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર સામાન્ય બોલાચાલી અને મારામારીનું મનદુ:ખ રાખી ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાના બનાવમાં યુવાનનું મોત નિપજતા હત્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.7 રામાપીરના મંદિરવાળી શેરી વિસ્તારમાં રહેતો ગૌતમ ઉર્ફે ગુંડા દિનેશભાઈ સિંગરખીયા (ઉ.વ.22) નામનો યુવક સોમવારે રાત્રિના સમયે તેના મિત્ર રમા ફફલ સાથે તેના જૂના મકાને જતાં હતાં ત્યારે હનુમાન ટેકરી મેલડી માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે હિતેશ ઉર્ફે ફોગો બાબુ રાઠોડ નામના શખ્સ કોઇ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો તે દરમિયાન ગૌતમે વચ્ચે પડી છોડાવવા જતા ગૌતમ સાથે બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ ઉશ્કેરાઈને છરીનો એક ઘા ડાબા કાન પાછળ અને બીજો જીવલેણ ઘા ડાબા પડખામાં ઝીંકયો હતો. જીવલેણ હુમલાથી ઘવાયેલા ગૌતમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

હત્યાના બનાવમાં આરોપી અંગેની પીએસઆઈ સિસોદીયા, પો.કો. મહેન્દ્રસિંહ અને ખીમશીભાઈને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સિસોદીયા, એએસઆઇ આર.એમ.કનોજીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, મગનભાઈ ચંદ્રપાલ, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, સંદિપભાઈ જરૂ સ્ટાફે હત્યાના આરોપી હિતેશ ઉર્ફે ફોગો બાબુ રાઠોડ નામના શખ્સને દબોચી લઇ રિમાન્ડ મેળવા અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular