જામનગર જિલ્લાના મેઘપરમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં નાસતો ફરતો આરોપીને એલસીબીની ટીમે ઝડપી લઇ મેઘપર પોલીસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 87/2023 માં પ્રોહીબીશનના કેસમાં નાઘેડી ગામમાં રહેતો આસિફ કાસમ કાટલિયા નામનો શખ્સ છેલ્લાં છ માસથી ઈંગ્લીશ દારૂના કેસમાં નાસતો ફરતો હતો. આ શખ્સ અંગે એલસીબીના હેકો ધાના મોરી, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે વી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, એસ પી ગોહિલ, પી એન મોરી તથા સ્ટાફે નાઘેડી ગામના પાટીયા નજીકથી આસીફ કાટલિયાની ઝડપી લઇ મેઘપર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.