ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતો ભરત મુરુ સાદીયા નામનો 19 વર્ષિય શખ્સ કે જેની સામે જામનગર જિલ્લાની પંચકોષી- બી ડિવિઝનમાં અપહરણ સહિતની જુદી-જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આ શખ્સ ગઈકાલે ભાણવડ પંથકમાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરા તથા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ કારેણાને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી, આરોપી ભરત સાદીયાને ગડુ ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો હતો.
આરોપીની અટકાયત કરી અને જામનગર પોલીસ મથક ખાતે સોંપવા અંગેની કાર્યવાહી ભાણવડ પોલીસને સોંપવામાં આવી છે. આ અંગેની કામગીરી એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, ભીખાભાઈ ગાગીયા, હરદેવસિંહ જાડેજા, ઈરફાનભાઇ ખીરા, દિનેશભાઈ માડમ, નિલેશભાઈ કારેણા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.