Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટી.બી. હોસ્પિટલમાં થયેલ ચોરીના કેસનો આરોપી ઝડપાયો

જામનગરમાં ટી.બી. હોસ્પિટલમાં થયેલ ચોરીના કેસનો આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ જી.જી. હોસ્પિટલમાં થયેલ ચોરીના કેસમાં સીટી-બી પોલીસે એક શખ્સને રૂા. 31000ની કિંમતના મુદ્ામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરની ટી.બી. હોસ્પિટલમાં આવેલ બે રૂમમાંથી બેટરી તથા એકસ-રે પ્રિન્ટ સહિતના માલની ચોરી થયા અંગેની સીટી-બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં એક શખ્સ ચોરાઉ મુદ્ામાલ સાથે નવાગામઘેડમાં હોવાની સીટી-બી ડિવિઝનના પોકો બળભદ્રસિંહ જાડેજા, પોકો જયદીપસિંહ જાડેજા, મયૂરરાજસિંહ જાડેજા તથા હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સૂચના અને પીઆઇ એચ.પી. ઝાલા તથા પીએસઆઇ એ.વી. વણકરના માર્ગદર્શન હેઠળ સીટી-બીના હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી, બળભદ્રસિંહ જાડેજા, હિતેશ મકવાણા, જયદીપસિંહ જાડેજા અને મયૂરરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન બાતમીવાળો શખ્સ પોતાના હાથમાં પ્લાસ્ટિકનું બાચકુ લઇ ઉભો હોય તેમજ બીજા બાચકા તેની બાજુમાં પડયા હોય, તેનું કોર્ડન કરી પૂછપરછ કરતાં પોતાનું નામ લાલો સોમા ભીલ જણાવ્યું હતું અને તેની પાસે રહેલા બાચકા ચેક કરતાં 1000 એકસ-રે ફિલ્મ તથા સાત બેટરી મળી આવી હતી. જેના બિલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવતાં વધુ પૂછપરછ હાથ ધરતાં તેણે બે દિવસ પૂર્વે તેના સાળા આકાશ રમેશ સોલંકી સાથે મળી ટી.બી. હોસ્પિટલમાંથી આ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

પોલીસે રૂા. 28000ની કિંમતની સાત નંગ બેટરી તથા રૂા. 3000ની કિંમતના 1000 નંગ એકસ-રે ફિલ્મ સહિત કુલ રૂા. 31000ના મુદ્ામાલ સાથે લાલા સોમા ભીલને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular