કલ્યાણપુર તાલુકામાં આશરે એક વર્ષ પહેલા વિદેશી દારૂ અંગે નોંધાયેલા એક ગુનામાં જે- તે સમયે મૂળ ભાટીયામાં શ્રીજી સોસાયટી ખાતે રહેતા સાગર કારાભાઈ નંદાણીયા નામના 27 વર્ષિય આહીર નામના શખ્સનું નામ ખૂલ્યું હતું.
છેલ્લા એકાદ વર્ષથી ફરાર એવા આ શખ્સ અંગે અહીંના જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોસ્ટેબલ મશરીભાઇ આહિર તથા લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલ જામનગરના ખોડિયાર કોલોની- મેહુલનગર વિસ્તારમાં રહેતા ઉપરોક્ત અને અત્રે જામનગર હાઈવે પર ગોકુલ હોટલ આગળથી પોલીસે ઝડપી લીધો હતો.
ઝડપાયેલા શખ્સના કોરોના ટેસ્ટ અંગેની કાર્યવાહી સાથે આ શખ્સનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.વી. ગળચર, પી.સી.સિંગરખીયા, દેવશીભાઇ ગોજિયા, બિપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ ગોહીલ, જીતુભાઈ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.