‘છોટીકાશી’ના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ ગઈકાલે રવિવારે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે 45મી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. બપોરે 4.30 વાગ્યે પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે 02:30 વાગ્યા બાદ પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા 19 થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના ‘છોટીકાશી’ના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી બપોરે સાડા ચાર વાગ્યે શિવ શોભા યાત્રા પ્રારંભ થઇ હતી. આ સમયે જામનગર 79- દક્ષિણ વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષભાઇ કગથરા, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા), પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, શહેર ભાજપના મહામંત્રી મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમમર, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા ઉપરાંત જામનગર શહેર ભાજપના અન્ય ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના અન્ય ગ્રહો આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાવગેરેએ ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પુજન અર્ચન કરીને શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
ઉપરોકત શિવ શોભાયાત્રા નાગેશ્ર્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્ર્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે 02:30 વાગ્યા બાદ પૂર્ણ થઇ હતી. જયાં મહા આરતી સાથે પૂજન અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી પિસ્તાલીસમી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી, અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભગવાન શિવજીની પાલખીનું પુજન કરાયું હતું. બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ સમયે જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટે. કમિટીના ચેરમેનશ્રી નિલેશભાઇ કગથરા, ડે. મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, શાસકજુથ નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઈ નાખવા, આ ઉપરાંત શહેર ભાજપ સંગઠનના મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો શુભેચ્છા સંદેશો સાંપડ્યો હતો, અને તેઓએ ભગવાન આશુતોષીજીનું સ્મરણ કરીને વંદન કર્યા હતા, જ્યારે શોભાયાત્રા ના સ્વાગત અને પાલખી પૂજનમાં જામનગર શહેર ભાજપના કોર્પોરેટરો પાર્થ કોટડીયા, ગોપાલભાઈ સોરઠીયા. કુસુમબેન પંડ્યા, ડિમ્પલબેન રાવલ, આશાબેન રાઠોડ, ગીતાબા જાડેજા, તૃપ્તીબેન ખેતિયા, પાર્થ જેઠવા મુકેશ ભાઈ માતંગ હર્ષાબા જાડેજા, મનીષભાઈ કટારીયા, અલ્કાબા જાડેજા, અરવિંદભાઈ સભાયા, ભારતીબેન ભંડેરી, તેમજ શહેર ભાજપના અન્ય તમામ અગ્રણી હોદ્દેદારોઓે ઉપસ્થિત રહ્યા હતા અને શિવશોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
View this post on Instagram
સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે પણ ફુલહાર થી સ્વાગત કરી પાલખીનું પૂજન કર્યું હતું. હાલાર હાઉસ પાસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર્વ શ્રી ગિરીશભાઇ બુધ્ધદેવ, કમલભાઈ દવે, વૃજલાલભાઈ પાઠક, તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. નાગનાથ ગેઇટ ચોકડી પાસે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ અને શાસક જુથના નેતા આશિષભાઇ જોષીની આગેવાની હેઠળ શહેર પ્રમુખ હિરેનભાઈ કનૈયા, તથા જસ્મીનભાઇ ધોળકિયા, સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન સુમ્બડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, ઉપરાંત વૈશાલીબેન જોશી, મીનાબેન જ્યોતિષી સહિતના હોદે્દારો – કાર્યકરો વગેરે દ્વારા શોભાયાત્રાનું અનેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉપરાંત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિવ શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ) ની રાહબરી હેઠળ 74 થી વધુ સભ્યોની શિવભકતોની પાલખી સમિતિ દ્વારા એક સરખા ઝભ્ભા, પીતાંબરી અને કેસરી ખેસ સાથે ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉચકીને નગરના માર્ગો પર દર્શનાર્થે ફેરવી હતી. જેનો અનન્ય નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત શોભાયાત્રાના સંચાલન માટે બનાવાયેલી 53 સભ્યોની સંકલન સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાના ક્ધવીનર પ્રજ્વલ પાલન તેમજ સહક્ધવીનર આશિષભાઈ નકુમ અને હિરેનભાઈ માતંગની રાહબરી હેઠળ શિવ શોભાયાત્રાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેઓના સફળ સંચાલનના કારણે શિવશોભાયાત્રા ઉલ્હાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી.
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ ઉપરાંત શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (3 ફલોટ), ભગવા રક્ષક યુવા સંગઠન (2 ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ), બાળ હિન્દૂ સેના (1 ફ્લોટ) ભગવા યોદ્ઘા સંઘ (બે ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (બે ફલોટ), સહિતના 11 મંડળો દ્વારા 18 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.
જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઈ નાખવા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનીષભાઈ કનખરા, શહેર ભાજપ ના અગ્રણી જીજ્ઞેશભાઈ નંદા, તેમજ અન્ય શહેર ભાજપના અને કોંગી અગ્રણીઓ ભાનુશાળી જ્ઞાતિ ના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને શોભાયાત્રા નું સ્વાગત કરી પાલખી પૂજન કર્યું હતું.
સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રદ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કર્યું હતું.


