Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં આવતીકાલથી મહામતી પ્રાણનાથજીનો 405મો પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ

Video : જામનગરમાં આવતીકાલથી મહામતી પ્રાણનાથજીનો 405મો પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ

- Advertisement -

પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ – ખીજડા મંદિર જામનગર ખાતે તા 10 થી 14 ઓક્ટોબર 2023 સુધી પ્રાણનાથજી પ્રાકટ્ય મહોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ પૂર્વક દિવ્ય એવં ભવ્યરૂપે મનાવવામાં આવી રહ્યો છે. કૃષ્ણ પ્રણામી ધર્મના વર્તમાન ધર્માચાર્ય પરમ પૂજ્ય જગતગુરુ આચાર્ય કૃષ્ણમણિ મહારાજના સાનિધ્ય તેમજ અધ્યક્ષતામાં આયોજિત આ દિવ્ય આયોજનમાં સમગ્ર વિશ્વભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તોનું આગમન થશે.

- Advertisement -

નિજાનંદાચાર્ય સદગુરુ દેવચન્દ્રજી મહારાજના પ્રમુખ એવં અદ્વિતીય શિષ્ય શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના પ્રવર્ધક અને દ્વિતીય આચાર્ય મહામતી પ્રાણનાથજી સનાતન ધર્મના મહાન રક્ષક એવં વૈશ્વિક ચેતના જાગરણના અગ્રદૂત હતા 18758 ચોપાઈ સંયુક્ત બ્રહ્મવાણી તારતમ સાગર ના ઉદ્ગાતા એવં પ્રણેતા મહામતી પ્રાણનાથજીનો પ્રાકટ્ય આજથી 405 વર્ષ પૂર્વ વિ.સં 1685 આશ્વિન કૃષ્ણ ચતુર્દશીના દિવસે જામનગરની પવિત્ર ધરા પર થયો હતો.
‘ત્રેલોકીમેં ઉત્તમ ખંડ ભરતકો, તામેં ઉત્તમ હિન્દૂ ધરમ’ આ ઉદ્વાર સાથે સનાતન સંસ્કૃતિનો સુવાસ એવં સદ્ગુરુ દેવચન્દ્રજી મહારાજ પ્રદત્ત તારતમ- બ્રહ્મજ્ઞાનનો અજવાસ પ્રસરાવવા માટે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરનાર અને હિન્દૂ ધર્મ રક્ષાર્થ વિધર્મીઓ જોડે લોહા લેનાર એવા મહાન વૈશ્વિક પુરુષ મહામતી પ્રાણનાથજીના 405માં પ્રાકટ્ય મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે.
મહોત્સવ શુભારંભ તા. 10 ઓક્ટોબરના સવારે 8:30 કલાકે, સભા મંચ કાર્યક્રમ તા. 10 થી 12 ઓક્ટોબર સવારે 9 થી 12, સાંજે 3 થી 6, પ્રાકટ્ય મહા આરતી તા. 13 ઓક્ટોબરના સવારે 10 કલાકે, શોભાયાત્રા તા. 13 ઓક્ટોબર 2023, સાંજે 4:00કલાકે, મહોત્સવ સમાપન તા. 14 ઓક્ટોબર 2023, સવારે 10 કલાકે યોજાશે.
આ સમગ્ર કાર્યક્રમનો લાભ લઈ જીવનને ધન્ય બનાવવા સહુભાવિક ભક્તજનોને સંત સભા 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર, જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular