Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરયુવતીને બ્લેકમેઈલ કરતા યુવકને 181 ની ટીમે સબક શિખવાડયો

યુવતીને બ્લેકમેઈલ કરતા યુવકને 181 ની ટીમે સબક શિખવાડયો

- Advertisement -

જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે જેમાં પીડીતા દ્વારા 181 માં ફોન કરી મદદ માંગેલ ને જણાવેલ છેલ્લા સાત માસથી તેઓ પ્રેમ સંબંધમાં બંધાયેલ હતા બાદમાં પીડીતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવક દ્વારા સંબંધ રાખવા ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી આપે છે અને અને ફોટો એડીટીંગ કરી બ્લેકમેલ કરે છે ને પૈસા માંગે છે આજે 1500 રૂપિયા લઈને બોલાવેલ છે એસટી બસ સ્ટેન્ડ પાછળ તેથી મદદની જરૂર છે.

- Advertisement -

તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી યુવતીને આશ્વાશન આપી કુશળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અને યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબરજસ્તી સંબંધ રાખવા દબાણ કરે છે અને પીડિતા દ્વારા ના પડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેવી રીતે દબાણ કરાય છે. આજે યુવકે મળવા બોલાવેલ હોય 1500 રૂપિયા સાથે લઈને આવવા જણાવેલ હોય પરંતુ પીડિતાને ડર હોય કે યુવકને 181 ટિમ વિશે જાણ થઈ જશે તો તે આવશે નહીં અને ફોટા વિડિયો વાયરલ કરી નાખશે તેથી 181 ટીમે સુજબુઝ વાપરી વાન દૂર ઉભી રાખી 181 ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાય ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડેલ અને કડક શબ્દોમાં સમજણ આપેલ તેમજ ફોનમાંથી ફોટા એડીટીંગ તેમજ વિડિયો ડીલીટ કરવા ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન કરેલ ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારેલ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે પીડિતાને હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપેલ પરંતુ પીડિતા યુવકને કાયદાનું ભાન કરાવવા અને પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવી હતી.

આમ 181 ટીમ દ્વારા સૂજબુજ સાથે કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી અને પીડિતા દ્વારા આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular