Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારબેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજને ખુલ્લો મૂકવાની તૈયારી: 48 હેવી ટ્રક સાથે ટેસ્ટિંગ...

બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજને ખુલ્લો મૂકવાની તૈયારી: 48 હેવી ટ્રક સાથે ટેસ્ટિંગ કરાયું

- Advertisement -

દેવભૂમિ દ્વારકા ખાતે નિર્માણાધિન સિગ્નેચર બ્રિજ હવે આગામી નજીકના ભવિષ્યમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આ બ્રિજની મજબૂતી ચકાસવા માટે ગઈકાલે મંગળવારે હેવી લોડેડ 48 ટ્રક મારફતે આ બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ઓખાને બેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ આશરે પાંચ વર્ષ પૂર્વે શરૂ થયું હતું. રૂ. એક હજાર કરોડ જેટલી રકમના ખર્ચે તૈયાર થયેલા આ સિગ્નેચર બ્રિજની કામગીરી મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે અને સંભવત: એક-બે માસના સમયગાળામાં આ બ્રિજને વડાપ્રધાન દ્વારા લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

ત્યારે ગઈકાલે મંગળવારે આ બ્રિજના લોડ ટેસ્ટિંગ માટે સિગ્નેચર બ્રિજ પર પથ્થર ભરેલી 48 ટ્રક પસાર કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ હેવી લોડેડ ટ્રકોને બ્રિજ ઉપર એક દિવસ ઉભી રાખવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે ચોક્કસ સંખ્યામાં લોકોની ટીમે કામગીરી કરી હતી. ત્યારે હવે યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે આ આધુનિક પુલ નજીકના ભવિષ્યમાં કાર્યરત બની જતા વાહનો મારફતે બેટ દ્વારકા ખાતે જઈ શકાશે. જેથી ખાસ કરીને યાત્રિકો માટે સુગમતા બની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular