Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપંજાબમાં રાજયપાલ-મુખ્યમંત્રીની હત્યાની આતંકી ધમકી

પંજાબમાં રાજયપાલ-મુખ્યમંત્રીની હત્યાની આતંકી ધમકી

- Advertisement -

કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે ઓપરેશન ઓલઆઉટ વચ્ચે વખતોવખત પંજાબ જેવા રાજ્યોમાં ત્રાસવાદી કૃત્યો સર્જાઇ રહ્યા છે તેવા સમયે પંજાબમાં રાજ્યપાલ સહિતના મહાનુભાવો તથા ધર્મસ્થાનકો, રેલવે સ્ટેશન વગેરે ઉડાવી દેવાની ધમકી આપતો આતંકવાદીઓનો પત્ર મળતા ખળભળાટ સર્જાયો છે. સમગ્ર રાજ્યમાં એલર્ટના આદેશો આપવામાં આવ્યા છે.

- Advertisement -

પંજાબના મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતના રાજકીય મહાનુભાવો તથા ધર્મસ્થળો અને રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર સુલતાનપુર લોધી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને પાઠવવામાં આવ્યો હતો. હિન્દી અને ઉર્દુમાં લખાયેલો આ ધમકી પત્ર જૈશ-એ-મહમદના એરિયાકમાન્ડર સલેમ અન્સારી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું તેમાં લખવામાં આવ્યું છે. આ ધમકીભર્યા પત્રને પગલે તૂર્ત પોલીસને જાણ કરવામાં આવીહતી.જેને પગલે તમામ સુરક્ષા એજન્સીઓ એકશનમાં આવી ગઇ હતી. ધમકીભર્યા પત્રને ગંભીરતાથી લઇને સમગ્ર રાજ્યમાં એલર્ટના આદેશો કરવામાં આવ્યા છે.

ધમકીભર્યા પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 21 મે સુધીમાં ઉગ્રવાદી સંગઠન તરફથી રાજ્યના લગભગ તમામ રેલવે સ્ટેશનોને ઉડાવી દેવામાં આવશે. પોલીસે તાત્કાલીક અસરથી સુલતાનપુર લોધી રેલવે સ્ટેશનની સતત ચાર કલાક ચકાસણી હાથ ધરી હતી અને રેલવે સ્ટેશનને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યું હતું. કાંઇ વાંધાજનક હાથ લાગ્યું ન હતું.

- Advertisement -

રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે કહ્યું કે પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુલતાનપુર ઉપરાંત ફીરોઝપુર, જલંધર જેવા મોટા રેલવે સ્ટેશનોને પણ બોંબથી ઉડાવી દેવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી ભગવત માન, રાજ્યપાલ બનવારીલાલ પુરોહીત સહિતના રાજકીય મહાનુભાવોની પણ હત્યા કરી નાખવામાં આવશે. પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular