ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. એક પછી એક હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવમાં પેલેસ્ટાઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે તેલ અવીવમાં એક કાર ભીડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. આના કારણે કુલ ત્રણ લોકોના મોત થયા છે, જયારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ પોલીસના જણાવ્યા અનુસાર આ દરમિયાન ગોળીબાર પણ થયો છે. ફાયરિંગમાં બે બહેનોના મોત થયા છે.આ પહેલા અલ-અક્સા મસ્જિદ પર ઈઝરાયેલની કાર્યવાહી બાદ આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા કર્યા હતા. લેબનોનથી પણ ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા, ત્યારબાદ જવાબમાં ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટીમાં હમાસના મોરચાને હવાઈ હુમલો કરીને નષ્ટ કરી દીધો હતો. પરંતુ હવે પેલેસ્ટાઈન પોતાનો જવાબ આપી દીધો છે.