દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા પ્રાચીન યાત્રાધામ બેટ દ્વારકામાં વિવિધ વિકાસ કાર્યો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં દ્વારકા કોરીડોર હેઠળ બેટ દ્વારકામાં પ્રથમ ફેઝના વિવિધ કામો માટે 138 કરોડના ટેન્ડરો પ્રસિદ્ધ થઈ ગયા હોવાની માહિતી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આપી છે.
થોડા સમય પૂર્વે ગુજરાત વિધાનસભાની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે દ્વારકા કોરીડોર હેઠળ બેટ દ્વારકામાં વિવિધ પ્રકારના કામો માટે પ્રથમ ફેઝના રૂ. 138 કરોડના કામોના વિવિધ પ્રકારના ટેન્ડરો પ્રસિદ્ધ થઈ ગયા હોવાની વિગત ખાસ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આપી હતી.
આ પછી બીજા ફેઝના વિકાસ કાર્યો માટે પણ ટેન્ડરિંગ પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવનાર હોવાનું કેબિનેટ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. ખંભાળિયાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ છેલ્લા ઘણા વર્ષોથી હાઈસ્કૂલમાં કાર્યરત હતી. તે બિલ્ડીંગને પણ સૈદ્ધાંતિક મંજૂરી સાંપડી છે અને તેની ટેન્ડર પ્રક્રિયા તથા એજન્સી પણ મુકરર થઈ જતા હવે આગામી દિવસોમાં સરકારી કોલેજની કરોડો રૂપિયાના ખર્ચે નવી અધ્યતન અને ઈમારતનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.