Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારભાણવડની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ

ભાણવડની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ

આરોપીને રોકડ દંડ ફટકારતી ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટ

- Advertisement -

ભાણવડ પંથકમાં રહેતી એક સગીરાને અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી પર દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં આરોપી શખ્સને ખંભાળિયાની સ્પેશ્યલ પોક્સો અદાલતે દસ વર્ષની સખત કેદ તથા રૂા. 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારના તમામ સદસ્યો ગત તારીખ 1 જુલાઈ 2019 ના રોજ રાત્રિના ઘરે પોતાના ઘરે સુતા હતા, ત્યાર બાદ વહેલી સવારે ઊઠીને જોતાં આ પરિવારના મહિલાને પોતાની સગીર દીકરી ઘરમાંથી લાપતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અંગે મહિલા તથા તેના પતિ દ્વારા તપાસ કરવામાં આવતા થોડા સમય પૂર્વે આ વિસ્તારમાં રહેતો અમિત મોહન કટારીયા નામનો શખ્સ તેમના ઘરની પાછળ આવેલી ઝાડીમાં ફોનમાં વાત કરતો હોવાનું ભોગ બનનાર સગીરાના પિતાના ધ્યાનમાં આવ્યું હતું. આ પછી ઉપરોક્ત દિવસે સગીરા લાપતા બનતા આરોપી અમિત મોહન કટારીયા પણ પોતાના ઘરે ન હતો. તેથી આરોપી શખ્સ દ્વારા સગીરાનું અપહરણ થયા અંગેની ફરિયાદ તેણીના માતા દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, તપાસ દરમિયાન આરોપીની અટકાયત કરી હતી. જેની મેડિકલ તપાસણીમાં સગીરા પર દુષ્કર્મ આચારવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. તેથી પોલીસે દુષ્કર્મ એક્ટની કલમ 376 નો ઉમેરો કર્યો હતો. આ પ્રકરણમાં આરોપી અમિત મોહન કટારીયાને મદદગારી કરવા સબબ કમલેશ નામના એક શખ્સનું પણ નામ ખુલવા પામ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular