મીઠાપુર અને ભાણવડ પંથકમાંથી સ્થાનિકપોલીસે રેઇડ દરમ્યાન ત્રણ મહિલાઓ સહિત દસ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ મીઠાપુર તાબેના ભીમરાણા ગામેથી સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા સૂરજ ઉર્ફે લાલો પ્રકાશભાઈ સરપદડીયા, રાજેશ કમાભાઈ થારુ સહીતના છ વ્યક્તિઓને ઝડપી લઇ, રૂપિયા 5280 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે સેવક દેવળિયા ગામેથી સુલેમાન કાસમ ઘુઘા, સાજીદ ઓસમાણ નારેજા, ઈમરાન જુમા સમા અને આમદ ઉર્ફે ભમરો જુસબભાઈ હાલેપોત્રા નામના પાંચ શખ્સોને જુગાર રમતા રૂ. 2,080 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.