Monday, December 23, 2024
Homeરાજ્યહાલારના કયાં-કયાં શિક્ષકોને રાજ્ય સરકારે હંગામી પ્રમોશન આપ્યું ? વાંચો વિગતવાર

હાલારના કયાં-કયાં શિક્ષકોને રાજ્ય સરકારે હંગામી પ્રમોશન આપ્યું ? વાંચો વિગતવાર

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા 334 કર્મચારીઓને હંગામી ધોરણે પ્રમોશન આપ્યું હતું. આ પ્રમોશનમાં 37 શિક્ષકોનો સમાવેશ થાય છે.
મળતી વિગત મુજબ, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શિક્ષણ વર્ગ 3 (મદદનીશ શિક્ષક) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા રાજ્યના 334 શિક્ષકોને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી. આ બઢતી પ્રક્રિયિામાં જામનગર અને દ્વારકા જિલ્લાના 37 શિક્ષકોનો સમાવેશ થાય છે. જેમાં ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક વિભાગના પંચોલી બિપીનભાઇ ઉમિયા શંકર નવાનગર સરકારી હાઇસ્કુલ જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી હાઇસ્કુલ નવાનગર જિ.જામનગર, કાવર રમેશચંદ્ર કાનજીભાઇ સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ,જામનગરમાંથી આચાર્ય તરીકે રાજકીય સંસ્કૃત પાઠય શાળા જામનગર, વજીર રાજેશ વૃજલાલ વિભાજી સરકારી હાઇસ્કુલ જામનગર આચાર્યને મોડેલ સ્કુલ કલ્યાણપુર, તા.કલ્યાણપુર જિ. દેવભુમી દ્વારકામાં, ભીડી સુરેશકુમાર જમનાદાસ, નવાનગર સરકારી હાઇસ્કૂલ, જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, બેરાજા, તા.જામખંભાળિયા, જિ.દેવભુમી દ્વારકામાં, નકુમ જેઠાભાઇ લાલાભાઇ સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ, જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, ચોખંડા, જિ.દેવભુમી દ્વારકામાં, માલવિયા હરીશકુમાર રતિલાલ સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ, જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી હાઇસ્કુલ નવનાગના જામનગરમાં, પરમાર ચંદ્રકુવરબા ભવાનસિંહ સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી હાઇસ્કુલ ચેલા જામનગરમાં, હદવાણી દિનેશભાઇ મોહનભાઇ, નવાનગર સરકારી હાઇસ્કુલ જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, ભાડથર, તા.જામ ખંભાળિયા, જિ. દેવભુમી દ્વારકામાં, ઘેડીયા શૈલેશકુમાર કરશનભાઇ મ.શિ.નિ.,જિ.શિ.અ.ક.દેવભુમી દ્વારકામાંથી આચાર્ય તરીકે મોડેલ સ્કૂલ, વેજલપુર તા.ખંભાળિયા, જિ.દેવભુમી દ્વારકામાં, ધીરજ નરસીભાઇ પરમાર ઉ.મા.શાળા, ભણગોર, તા. લાલપુર જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, સણોસરી, તા.લાલપુર, જિ. જામનગરમાં, ધનસુખ દેવજીભાઇ ભેસદડીયા મ.શિ., જિ.શિ.અધિ.જામનગરમાંથી શિક્ષણ નિરીક્ષક, જિ.શિ.અ. કચેરી, જામનગરમાં, હિતેશકુમાર જીવણલાલ પરમાર, શહીદ વીર અશોકસિંહજી જાડેજા સરકારી મા. અને ઉ.મા શાળા, મેમાણા, તા.લાલપુર જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા સાપરા, જામનગરમાં, ચૌહાણ મનિષા રમેશભાઇ વિભાજી સરકારી હાઇસ્કુલ જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, ધતુરીયા, જિ.દેવભુમી દ્વારકામાં, પીઠડીયા ચિરાગભાઇ રસિકલાલ મ.શિ.સરકારી ઉ.મા. શાળા,બાણુગાર, જિ.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, જુવાનપુર, તા.જામકલ્યાપુર, જિ. દ્વારકામાં પ્રમોશન આપવામાં આવ્યું છે.

- Advertisement -

તેમજ માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક તરીકે કટેશિયા લાલજી માવજી મ.શિ. વી.એમ.ઘેલાણી સરકારી હાઇસ્કુલ ભાણવડ તા. ભાણવડ જિ.દેવભુમી દ્વારકામાંથી આચાર્ય તરીકે વી.એમ.ઘેલાણી સરકારી હાઇસ્કુલ, ભાણવડ જિ. દેવભુમી દ્વારકા, ઠાકર બીના પ્રફુલચંદ્ર મ.શિ. સજુબા સરકારી ગર્લ્સ હાઇ., જામનગરમાંથી આચાર્ય સરકારી માધ્યમિક શાળા, નાનામાંઢા તા.જામ ખંભાળિયા, જિ.દવેભુમી દ્વારકામાં, કણજારીયા નવીનચંદ્ર ગિરધરલાલ, મ.શિ. મોખાણા સરકારી હાઇ., મોખાણા તા.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, જામગઢડા, જિ. દેવભુમી દ્વારકામાં, જાડેજા રાજેન્દ્રસિંહ ઘોઘુભા, મ.શિ. સરકારી હાઇ., બાલંભા તા.જોડિયા જી.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બાલંભા, જિ.જામનગરમાં, અતુલકુમાર ઓધવજી ધોળકિયા, મ.શિ. સરકારી માધ્યમિક શાળા દરેડ, જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા ગાંધવી, તા. જામકલ્યાણપુર, જિ. દેવભુમી દ્વારકામાં, વાળા જયોતિબાળા હિરાલાલ મ.શિ. સજુબા સરકારી ગર્લ્સ હાઇ જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા,બેડી, જિ.જામનગરમાં, ત્રિવેદી જાગૃતિ શાંતિલાલ મ.શિ. સજુબા સરકારી ગર્લ્સ હાઇ. જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, સુર્યાવદર, જિ. દેવભુમી દ્વારકામાં, દવે હર્ષિદાબેન ભરતકુમાર, મ.શિ. સજુબા સરકારી ગર્લ્સ હાઇ. જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, બાંકોડી, જિ.દેવભુમી દ્વારકામાં, વ્યાસ ભાવનાબેન હરીશકુમાર મ.શિ. નવાનગર સરકારી હાઇ.જામનગરમાંથી આચાર્ય તરીકે મોડેલ સ્કુલ, દ્વારકા,તા. દેવભુમી દ્વારકામાં, ભટ્ટ ધીરેન જયંતકુમાર મ.શિ., શેઠ કે.ડી.વી.સરકારી હાઇ. જોડિયા જી.જામનગરમાંથી આચાર્ય તરીકે શેઠ કે.ડી.વી.સરકારી હાઇસ્કુલ, જોડિયા, જિ. જામનગરમાં, માનસતા ઉષાબેન શાંતિલાલ મ.શિ. સજુબા સરકારી ગર્લ્સ હાઇ.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, મોટી ખાવડી, જિ. જામનગરમાં, દવે જયશ્રી અનંતરાય મ.શિ. સરકારી માધ્યમિક શાળા ભરાણા, તા.ખંભાળિયા,જિ.દેવભુમીદ્વારકામાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, ભરાણા, તા. જામખંભાળિયા જિ. દેવભુમી દ્વારકામાં, વાદી રસિલાબેન નારણભાઇ, મ.શિ.સજુબા સરકારી ગર્લ્સ હાઇ., જામનગરમાંથી આચાર્ય તરીકે જી.વી.જે. સરકારી હાઇસ્કુલ, ખંભાળિયા, દેવભુમી દ્વારકામાં, ત્રિવેદી રેણુંકા નટવરલાલ મ.શિ.સરકારી ઉ.માં.શાળા મોટી બાણુગાર, તા.જી.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, ધવાણ, તા. હળવદ જિ.મોરબીમાં, ગોહિલ કિરણબેન ડાહ્યાલાલ મ.શિ. ન્યુદિગ્વિજયસિંહજી સરકારી હાઇ.જામનગરમાંથી આચાર્ય તરીકે ન્યુ. દિગ્વિજયસિંહજી સરકારી હાઇસ્કુલ, જામનગરમાં, પંડાયા વૈજયંતિ ભાજુપ્રસાદ મ.શિ.સરકારી મા.શાળા, કાના છિકારી, તા.જી.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, વડત્રા, તા. જામખંભળિયા, જિ. દેવભુમી દ્વારકામાં, કચ્છલ કલ્પના ઇશ્ર્વરચંદ્ર મ.શિ.સરકારી માધ્યમિક શાળા ગોરીજા તા.દ્વારકા જિ.દેવભુમી દ્વારકામાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, ગોરિજા, તા.દ્વારકા ઓખા મંડળ, જિ.દેવભુમી દ્વારકામાં, ભલાણી ભરતકુમાર જેઠાલાલ મ.શિ. સરકારી માધ્યમિક અને ઉ.મા.શાળા રૂપામોરા, તા.ભાણવડ જિ.દેવભુમી દ્વારકામાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા મોટા કલાવડ, તા. ભાણવડ, જિ. દેવભુમી દ્વારકા, પંડયા સંજયકુમાર હરકાંતભાઇ મ.શિ.સજુબા સરકારી ગર્લ્સ હાઇ., જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, વસઇ, તા.દ્વારકા ઓખામંડળ, જિ.દેવભુમી દ્વારકામાં, ભૂવા બકુલાબેન શામજીભાઇ મ.શિ. સરકારી ઉ.માં.શાળા, મોટી બાણુંગાર તા.જી.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, ફોટડી, તા.ભાણવડ, જિ.દેવભુમી દ્વારકામાં, પુરોહિત આશિષ કિશોરચંદ્ર મ.શિ. સરકારી મા.શાળા, ખંઢેરા તા.કાલાવડ, જી.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, કોરડા, તા.દ્વારકા ઓખામંડળ, જિ.દેવભુમી દ્વારકામાં, ભટ્ટ વિજયકુમાર કેશવલાલ મ.શિ. વિભાજી સરકારી હાઇ., જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, ચંન્દ્રાવાડા, તા. જામકલ્યાણપુર, જિ.દેવભુમી દ્વારકામાં, ગોધાણી રાજેન્દ્ર મેઘજીભાઇ, મ.શિ., ન્યુ દિગ્વિજયસિંહજી સરકારી હાઇ.જામનગરમાંથી આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા, જામ રોજીવાડા, તા.ભાણવડ, જિ.દેવભુમી દ્વારકામાં બઢતી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular