Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસમસ્ત ભરવાડ સમાજ દ્વારા નવા રણુજામાં રામદેવપીર મહારાજ નવનિર્મિત્ત મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ

સમસ્ત ભરવાડ સમાજ દ્વારા નવા રણુજામાં રામદેવપીર મહારાજ નવનિર્મિત્ત મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવનું પણ આયોજન

- Advertisement -

કાલાવડ (શીતલા) તાલુકાના નવા રણુજા (દેવપુર) ખાતે હીરાભગતની જગ્યામાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા નવા નિર્માણ પામેલ મંદિરનું પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સ્વ તથા ભાગવદ સપ્તાહ, સવરા મંડપ, પાટ મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આગામી તા.06 થી તા.12 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ભરવાડ સમાજના તથા અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ કાર્યક્રમોમાં ભરવાડ સમાજના ઝાઝાવડા દેવ, થરાના પ.પૂ. મહંત ઘનશ્યામપુરી બાપુ તથા તોરણિયાના મહંત પ.પૂ. ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપુ અને અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહીને આશિર્વચનો પાઠવશે. આ આયોજનમાં તા.8 ના રોજ સાંજે 7 કલાકે એક અતિથી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે. તથા તેમની સાથે જામનગર જિલ્લાના સાંસદ, કેબિનેટ મંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા પદાધિકારીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરવાડ સમાજના આગેવાનોએ વિરમભાઈ વકાતર, ગોરધનભાઈ ભરવાડ, હરિભાઈ ટોયટા, રાજાભાઈ ઝાપડા, બટુકભાઈ ઝાપડા, રૈયાભાઈ જોગસ્વા, મછાભાઈ ઠુંગા વગેરેના માર્ગદર્શન હેઠળ ભરવાડ સમાજની યુવા ટીમ જેમાં જાદાભાઈ લાંબરિયા, ભોજાભાઈ ટોયટા, વિપુલભાઈ પટેલ, પ્રતાપભાઈ કાટોડિયા, અમિતભાઈ મુંધવા, નાગજીભાઈ ઝાપડા, વિજયભાઈ ઠુંગા, ભાવેશભાઈ ઠુંગા, વિરમભાઈ મુંધવા, પરેશભાઈ ટોળિયા જહેમત ઉઠાવી રહ્યા છે તેમ જામનગર જિલ્લા ભરવાડ સમાજની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular