ગુજરાતમાં શિયાળાએ ધીમે ધીમે જમાવટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરીય ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગત રાત્રિના આંકડા મુજબ, રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી નલિયા અને દાહોદમાં 10.8 ડિગ્રી નોંધાઈ હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.જ્યારે સોમવારે રાત્રે ગુજરાતના અન્ય સ્થળોએ 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય તેમાં અમરેલી, વડોદરા, ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદર અને અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો હતો.


