ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે. હવે 18 જૂનથી સાઉથમ્પ્ટનમાં મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટકરાવાની છે. આ મેચ માટે બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.
ભારતીય ટીમ આશરે 20 ખેલાડી અને 5 નેટ બોલરની સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે પહોંચી છે. જેમાંથી 5 સ્ટેન્ડબાય ખેલાડીઓ છે. WTCફાઈનલ માટે ટીમ ઇન્ડિયાની 15 સભ્યોની ટીમમાં વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ,ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
ભારતે પોતાની ટીમમાં ઓપનર તરીકે શુભમન ગિલ અને રોહિત શર્માને રાખ્યા છે. તો સ્પિન બોલર તરીકે જાડેજા અને અશ્વિન ટીમમાં છે. ભારતે પાંચ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને ઈશાંત શર્માને ટીમમાં સામેલ કર્યા છે.