ટીમ ઈન્ડિયાએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ત્રીજા જ દિવસે 1 ઈનિંગ અને 25 રને હરાવ્યું છે. આ સાથે જ 4 ટેસ્ટની સિરીઝને 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલનમાં પહોચી ગઈ છે. હવે ફાઈનલમાં 18 જૂનના રોજ લોડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત ટકરાશે.
ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવવામાં રોહિત શર્મા, રિષભ પંત, સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિનની મહત્વની ભૂમિકા રહી છે. રોહિત આ સિરીઝમાં સૌથી વધારે 345 રન બનાવનાર ભારતીય રહ્યો.ભારતની પ્રથમ ઇનિંગ ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં 365 રનમાં સમાપ્ત થઇ હતી, જેથી તેમને પ્રથમ ઇનિંગમાં 160 રનોની બહુમૂલ્ય લીડ મેળવી લીધી હતી. ટીમને લીડ અપાવવામાં ઋષભ પંત (101) અને વોશિંગ્ટન સુંદર (96)નું મહત્વનું યોગદાન રહ્યું. વોશિંગ્ટન દુર્ભાગ્યશાળી રહ્યો અને સદીથી ચૂકી ગયો હતો.
ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 135 રનમાં સમેટાઇ ગઇ. ભારત તરફથી અશ્વિન અને અક્ષર પટેલે 5-5 વિકેટ લઇ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ઘૂંટણિયે લાવી દીધા હતા. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન લોરેંસે બનાવ્યા હતા. લોંરેસે 50 રનની ઇનિંગ રમી હતીત, તેના સિવાય માત્ર જો રૂટ જ 30 રન બનાવી શક્યો હતો.