અમદાવાદ એર ઈન્ડિયા ક્રેશના પીડિતોને સહાય કરવા માટે ટાટા સન્સે A1 171 મેમોરિયલ અને વેલફેર ટ્રસ્ટની સ્થાપના કરી રૂા.500 કરોડના ભંડોળ સાથે સાથે ટ્રસ્ટ પરિવારો ઘાયલો અને ફ્રન્ટલાઈન રિસ્પોન્ડર્સનું સમર્થન કરશે. દરેક પીડિતના પરિવારને રૂા.1 કરોડનું વળતર મળશે.
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના લગભગ દરેકના માનસ પટલ પર છપાઈ ગઈ છે આ ગોઝારી ઘટનામાં કેટલાય લોકોની આહુતી લેવાણી છે. ત્યારે સ્વજનને ગુમાવવાનું દુ:ખ તો પરિવાર પાસેથી હળવું નહીં કરી શકાય પરંતુ, ટાટા ગુ્રપે દરેક પીડિતના પરિવારને રૂા.1 કરોડનું વળતર આપવાનું નકકી કર્યુ છે. ટાટા સન્સે A1 171મેમોરિયલ અને વેલ્ફેર ટ્રસ્ટની સ્થાપના કરી છે. રૂા.500 કરોડના ભંડોળ સાથે ટ્રસ્ટ પરિવારો, ઘાયલો અને ફ્રન્ટ લાઈન રિસ્પોન્ડર્સનું સમર્થન કરશે. ટાટા સન્સે શુક્રવારે જાહેરાત કરી કે ટાટા ગુ્રપે એર ઈન્ડિયા A1 171 વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ‘સ્પેશિયલ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી છે. ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે ટ્રસ્ટને રૂા.250 કરોડની રકમ આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારોને રૂા.1 કરોડની સહાયનો સમાવેશ છે. અને અકસ્માતમાં નુકસાન પામેલા બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના માળખાગત બાંધકામના પુન: નિર્માણમાં સહાયનો પણ સમાવેશ થાય છે.
આ ટ્રસ્ટનું સંચાલન 5 સભ્યોના ટ્રસ્ટી બોર્ડ દ્વારા કરવામાં આવશે. બોર્ડમાં નિયુકત થયેલા પહેલાં બે ટ્રસ્ટીઓમાં ટાટા ગુ્રપના ભૂતપૂર્વ અનુભવી એસ. પદમનાભન અને ટાટા સન્સના જનરલ કાઉન્સીલ સિધ્ધાર્થ શર્માનો સમાવેશ થાય છે. જ્યારે સન્સ ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પ્લેન ક્રેશના ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 242 મુસાફરો સવાર હતાં જેમાં 11 A પરના એક યાત્રી વિશ્વાસ કુમાર સિવાય તમામ મૃત્યુ પામ્યા હતાં.


