Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયટાટા ફરી એર ઇન્ડિયાના ‘મહારાજા’

ટાટા ફરી એર ઇન્ડિયાના ‘મહારાજા’

ટાટા ગ્રુપે સૌથી ઉંચી બોલી લગાવી બીડ જિતી લીધી : એર ઇન્ડિયાને ખરીદવા સ્પાઇસ જેટ પણ હતું મેદાનમાં : 1932માં જે.આર.ડી. ટાટાએ જ એર ઇન્ડિયાની કરી હતી શરૂઆત

ટાટા સમૂહ ફરી એક વખત એર ઇન્ડિયાનું માલિક બનશે. એર ઇન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં ટાટા ગુ્રપે સૌથી ઉંચી કિંમત મૂકીને બીડ જીતી લીધી છે. એર ઇન્ડિયા માટે ટાટા ઉપરાંત સ્પાઇસ જેટે પણ બોલી લગાવી હતી.
સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપના નિયંત્રણમાં આવશે. એર ઇન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં ટાટા અને સ્પાઇસ જેટ તરફથી બોલી લગાવવામાં આવી હતી. એર ઇન્ડિયાને વેચવાનું સરકારનું આ બીજો પ્રયાસ હતો. આ અગાઉ 2018માં પણ સરકારે કંપનીની 76 ટકા હિસ્સેદારી વેચવાનો પ્રયાસ કર્યો હતો. પણ કોઇ રિસ્પોન્સ મળ્યો ન હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, એર ઇન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. જે.આર.ડી. ટાટાએ તેની શરૂઆત કરી હતી કે જેઓ પોતે એક કુશળ પાયલોટ હતા.

1947માં આઝાદી બાદ દેશને એક રાષ્ટ્રિય એરલાઇન્સ જરૂરિયાત ઉભી થતાં ભારત સરકારે એર ઇન્ડિયામાં 49 ટકા હિસ્સેદારીનું અધિગ્રહણ કર્યુ હતું. ત્યારબાદ 1953માં સરકારે એર કોર્પોરેશને એકટ પાસ કરી ટાટા ગ્રુપ પાસેથી આ કંપનીનો બહુમતિ હિસ્સો ખરીદી લીધો હતો. આ રીતે એર ઇન્ડિયા એક સરકારી કંપની બની ગઇ હતી. ત્યારબાદ ફરી એક વખત આ સરકારી કંપની તેના મૂળ સ્થાપક ટાટા ગ્રુપ પાસે જઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular