Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયચૂંટણીવાળા રાજયોમાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક

ચૂંટણીવાળા રાજયોમાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક

- Advertisement -

વેક્સિનેશન અભિયાન અને દેશનું રાજકારણ સીધી રીતે જોડાયેલું છે. એવું કહેવાય છે કે, જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં 100 ટકા વેક્સિનેશન માટે જોર આપવામાં આવી રહ્યું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કેન્દ્ર ઝડપથી સંપૂર્ણ વસ્તીને કોરોના વેક્સિન આપવા માગે છે. તેનું કારણ ખૂબ જ સરળ છે- કોરોનાનો અંત નથી આવ્યો પરંતુ લોકશાહીના સૌથી મોટા પર્વ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન પડકાર બની શકે છે. ચૂંટણીવાળા રાજ્યો સિવાય દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં પણ વેક્સિનેશન ઝડપી બનાવવા જોર આપવામાં આવી રહ્યું છે. ત્યાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે માટે વેક્સિન કવચ દ્વારા મહામારીને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ભારતમાં વેક્સિનેશન અભિયાનની ગતિમાં વધારો થશે કારણ કે, જલ્દી જ વિશ્ર્વની પ્રથમ ડીએનએ વેક્સિન ણુમીત ઈફમશહફ ઉપલબ્ધ થવા જઈ રહી છે.

- Advertisement -

જાણવા મળ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં દેશને એક કરોડ વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. ખાસ વાત એ છે કે, તે વેક્સિન બાળકોને પણ આપી શકાશે, જોકે સરકારે હજુ તે અંગે કોઈ નિર્ણય નથી લીધો. એક અહેવાલ પ્રમાણે ભારત સરકારને સીરમ તરફથી કુલ 20 કરોડ કોવિશીલ્ડ વેક્સિન મળવા જઈ રહી છે અને ભારત બાયોટેક પણ 3.5 કરોડ વેક્સિન સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં આગામી દિવસોમાં વેક્સિન સંકટ વધુ ઘટી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular