તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરિયલના દરેક પાત્રોએ લોકોમાં પોતાની અનોખી છાપ ઉભી કરી છે. ઘણા વર્ષોથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે.તારક મહેતામાં પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનાર શ્યામ પાઠકનો તાજેતરમાં જ એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં તેઓ એક ચાઇનીઝ ફિલ્મમાં એક્ટિંગ કરી રહ્યા હોય તેવી કિલપ શેયર કરી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલની ભૂમિકા ભજવનારા શ્યામ પાઠકે ‘Lust, Caution’ નામની ચાઈનીઝ ફિલ્મમાં કામ કર્યું છે. ચાઈનીઝ ફિલ્મ Lust, Caution વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્યામ પાઠકે એક સોનીની ભૂમિકા ભજવી હતી. શ્યામ પાઠકે સો.મીડિયામાં આ ફિલ્મનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘મારા જૂના કામમાંથી એક.’ વીડિયોમાં શ્યામ પાઠક ચાઇનીઝ મહિલા સાથે અંગ્રેજીમાં અને અનુપમ ખેર સાથે હિંદીમાં વાત કરે છે.
શ્યામ પાઠક ફિલ્મમાં જે દુકાનમાં ઘરેણા વેચતા હતા તેનું નામ ચાંદની ચોક જ્વેલર્સ હતું. તેના માલિકની ભૂમિકા બોલીવુડના દિગ્ગજ નેતા અનુપમ ખેરે ભજવી હતી. એંગ લીએ ડિરેક્ટર કરેલી ‘લસ્ટ કૉશન’ બીજા વિશ્વ યુદ્ધ પર આધારિત જાસૂસી નાટક છે.


