Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની તનિષાએ 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

જામનગરની તનિષાએ 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

- Advertisement -

જામનગરની નંદવિદ્યા નિકેતન શાળામાં અભ્યાસ કરતી અને છેલ્લા 5 વર્ષથી ટેબલ ટેનિસની ઉત્કૃષ્ઠ તાલિમ મેળવતી ખેલાડીને રાજ્યની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ટીમમાં સમાવેશ થયો તે જામનગર માટે ગૌરવની બાબત છે. છેલ્લા 30 વર્ષમાં જામનગરમાંથી આ પ્રથમ ખેલાડી રાજ્યની ટેબલ ટેનિસ ટીમમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે.

- Advertisement -

દિલ્હી ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાત ટીટીની ટીમના બોયઝ, ગર્લ્સ તથા કોચ સહિતના કુલ 13 સભ્યો રવાના થયા હતાં. આ ટીમમાં જામનગરની તનિષા કટારમલ જે એસજીએફઆઇ દ્વારા યોજાયેલ રાજ્યના સિલેકશનમાં ત્રીજા ક્રમાંક મેળવી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે સિલેકટ થઇ હતી. નેશનલ ટુર્નામેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડ તથા પ્રથમ રાઉન્ડમાં ગુજરાત રાજ્યની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેરેલાની ટીમને હરાવી પ્રિક્વાટર રાઉન્ડમાં ગર્લ્સની ટીમે સફળતાપૂર્વક પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ગુજરાત બોયઝની ટીમને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડયો હતો.

હાલમાં જ તનિષા કટારમલને નંદ વિદ્યા નિકેતન શાળાના વાર્ષિકોત્સવમાં નયારા ઓઇલ એન્ડ રિફાઇનરીના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં શાળા દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. એસજીએફઆઇ ગુજરાત ટીમમાં સ્થાન મેળવવા બદલ તનિષા કટારમલને જામનગર ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular