કાબુલમાંથી બહાર જવાની રાહ જોઈ રહેલા 150 લોકોનું તાલીબાને અપહરણ કર્યું છે. જેમાંથી મોટાભાગના ભારતીયો છે. કેટલાક અફઘાન મીડિયા આઉટલેટ્સ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
તાલિબાને દાવો કર્યો છે કે તેમણે કોઈ અપહરણ કર્યું નથી પણ ભારતીય નાગરિકોને બીજા ગેટથી એરપોર્ટની અંદર લઈ ગયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ 150 લોકોનું અપહરણ કરાયું તેમાંથી ભારતીયો સિવાય અફઘાનિસ્તાનમાં રહેતા શીખ પણ સામેલ છે.
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પરથી વિવિધ દેશો તેમના નાગરિકોને બચાવી રહ્યા છે. ભારત પણ સતત તેના નાગરિકોને બચાવી રહ્યું છે. દરમિયાન, અફઘાનિસ્તાન તરફથી સમાચાર મળ્યા છે કે કેટલાક ભારતીય અને અફઘાન શીખો પર કાબુલ એરપોર્ટની બહાર હુમલો કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તાલિબાનોએ આખી રાત ભારતીય લોકોને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું.