Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયસ્વિટ્ઝર્લેન્ડની યુબીએસ બેન્ક આવી ક્રેડિટ સુઈસની વ્હારે

સ્વિટ્ઝર્લેન્ડની યુબીએસ બેન્ક આવી ક્રેડિટ સુઈસની વ્હારે

- Advertisement -

વિશ્ર્વની સૌથી મોટી બેન્કોમાંની એક યુબીએસએ તેની હરીફ સ્વિટ્ઝર્લેન્ડની ક્રેડિટ સુઈસ બેન્કનું અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. આ અધિગ્રહણ ત્રણ અબજ સ્વિસ ફ્રેંક (લગભગ 3.23 બિલિયન ડોલર)માં થશે. મહત્ત્વનું એ છે કે યુબીએસએ વિશ્ર્વના બેન્કિંગ ક્ષેત્રને વધારે પડતી અસ્થિરતાથી બચાવવા માટે આ પગલું ભરવાનું નક્કી કર્યું છે. સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટે ખુદ આ ડીલ થયાની જાહેરાત કરી હતી. જોકે તેમણે એક નહોતું જણાવ્યું કે આ ડીલ થઈ કેટલામાં હતી? પરંતુ તેમણે આ પગલાંને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર માટે એક સારું પગલું ગણાવ્યું હતું. યુબીએસ એજીએ આ અધિગ્રહણ માટે સ્વિટ્ઝર્લેન્ડ સરકાર પાસેથી આશરે 6 અબજ ડોલરની બેન્ક ગેરન્ટી માંગી છે. 167 વર્ષ જૂની ક્રેડિટ સુઈસ સ્વિટ્ઝર્લેન્ડની બીજી સૌથી મોટી બેંક છે. ખરેખર સ્વિસ રેગ્યુલેટર અને ત્યાંની સરકાર સોમવારે બજાર ખુલતા પહેલા ક્રેડિટ સુઈસ કટોકટીનો ઉકેલ રજૂ કરવા માગતા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular