જામનગર સહિત દેશભરમાં અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને રામ ભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. જામનગર શહેરમાં શીખંડ સમ્રાટ મીઠાઇવાળા દ્વારા આશરે 300 કિલો જયશ્રી રામ લખેલા પેંડા તૈયાર કરી રામભકતોને રામ ભકતોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇ જામનગર શહેરમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે આ પાવન દિવસ નિમિતે જામનગર મીઠાઇના વેપારી શીખંડ સમાટવાળા હિતેષભાઇ ચોંટાઇ દ્વારા રામભકતોને પેંડા ખવડાવી મ્હોં મીઠું કરી મીઠાશ સાથે ખુશી વ્યકિત કરી હતી. આ ઐતિહાસિક અને પાવન દિવસ માટે તેમણે પેંડામાં જયશ્રી રામ લખી વિશેષ પેંડા તૈયાર કર્યા હતા. અંદાજિત 300 કિલો જેટલા પેંડા તૈયાર કરી રામભકતોમાં પ્રસાદરૂપે વિતરણ કર્યુ હતું.