વિશ્વમાં 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને મહિલાઓને ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જામનગરના વોર્ડ નંબર 4માં આવેલ સિધ્ધનાથ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. જેમાં વોર્ડ ન. 4 માં સફાઈનું કામ કરે છે. અને આ વિસ્તારને સાફ રાખી સ્વચ્છ બનાવે છે. તેવા સફાઈ કામદાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારની દીકરીયુએ જે પાર્લરનો કોર્સ કરેલ હોય. એવી દિકરિયું માટે દુલ્હન સ્પર્ધા રાખવામાં આવી હતી અને દરેક દુલ્હનને ઇનામ આપવામાં આપ્યા હતા. આ કાર્યક્રમમાં કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, પ્રજ્ઞાબેન કનારા, લેરીબેન અને માડમ માધુરીબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન હિરલબેન માડમ અને નેહાબેન જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા અને શિક્ષણ સમિતિના સભ્ય એડવોકેટ આનંદભાઈ ગોહિલ અને વોર્ડ નંબર 4ના પ્રમુખ મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.