આજરોજ બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે જામનગર સહિત હાલાર પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરુપે આજરોજ જામનગર શહેરમાં બેડીગેઇટ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરે ભગવાનને ફૂલના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. ધર્મપ્રેમી જનતાએ આ ફૂલના વાઘાના શણગારના અલૌક્કિ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી અને ભગવાન સ્વામીનારાયણના દર્શન કર્યા હતાં.