Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરસ્વામિનારાયણ કોમર્સ કોલેજ પરીક્ષા ચોરી કેસ અંગે યુનિવર્સિટીની તપાસ ટીમ આજે રિપોર્ટ...

સ્વામિનારાયણ કોમર્સ કોલેજ પરીક્ષા ચોરી કેસ અંગે યુનિવર્સિટીની તપાસ ટીમ આજે રિપોર્ટ રજૂ કરશે

- Advertisement -

જામનગરના નાઘેડી પાસે આવેલી સ્વામિનારાયણ કોમર્સ કોલેજમાં થતી પરીક્ષા ચોરીનો વિડીયો વાયરલ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તપાસ ટીમ જામનગર દોડી આવી હતી. આ ટીમ દ્વારા આજરોજ યુનિ.માં તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને સંભવિત આજ સાંજ સુધીમાં આ સમગ્ર ઘટના અંગે પગલાં લેવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

જામનગરની ભાગોળે નાઘેડી નજીક આવેલી સ્વામિનારાયણ કોમર્સ કોલેજમાં ચાલી રહેલ બી.કોમ. સેમેસ્ટર-2ની પરીક્ષા દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓ બિલ્ડીંગના ઉપરના માળે આવેલા રૂમમાં પુસ્તકમાંથી જોઇને પેપર લખતા હોવાની વિડીયો વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સૌરાષ્ટ્ર યુનિ.ની ટીમ જામનગર દોડી આવી હતી અને આ ઘટનાની તપાસ હાથ ધરી હતી તથા ત્રણેય વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા હતાં. આ ત્રણેય છાત્રો ચાલુ પરીક્ષાએ બહાનુ કાઢી આન્સરસીટ બહાર લઇ નિકળી ગયા બાદ 15-20 મિનિટ સુધી પરત ન આવતાં તપાસ દરમિયાન પરીક્ષા ચોરી કરતાં મળી આવ્યા હતાં.

આ ઘટના અંગે શનિવારે યુનિ.ની તપાસ ટીમ દ્વારા તપાસ હાથ ધર્યા બાદ આજે યુનિવર્સિટીમાં તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ સમગ્ર ઘટના અંગે સાંજ સુધીમાં રજીસ્ટ્રાર દ્વારા પગલાં લેવામાં આવનાર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular