Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ઝિમ્બાબ્વેથી આવેલાં વૃધ્ધને ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો

જામનગરના ઝિમ્બાબ્વેથી આવેલાં વૃધ્ધને ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો

કોરોના પોઝીટીવ આવ્યા બાદ ઓમિક્રોમની શકયતા : રિપોર્ટ પરિક્ષણ માટે પુના મોકલ્યો

જામનગર તાલુકાના મોરકંડા રોડ પર રહેતા વૃદ્ધ ઝિમ્બાબ્વેથી આવ્યા બાદ કોરોના સંક્રમિત થયા હતાં. ત્યારબાદ વૃધ્ધમાં ઓમિક્રોન વાયરસના લક્ષણ છે કે કેમ તે અંગેના પરિક્ષણ માટે રિપોર્ટ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો અને વૃધ્ધને જી.જી.હોસ્પિટલમાં અલગ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જયારે તેમના પરિવારની પાંચ વ્યક્તિ સહિત દસને 14 દિવસ માટે હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે, અને મહાનગરપાલિકાએ ક્ધટેઇનમેન્ટ ઝોન બનાવી 11 વ્યક્તિના કોવિડ ટેસ્ટ કરાવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મોરકંડા રોડ પર સાસરુ ધરાવતા 72 વર્ષીય વૃદ્ધ ઝિમ્બાબ્વેથી દુબઈ અને દુબઇથી અમદાવાદ તેમજ અમદાવાદ થી રોડ દ્વારા 28મી તારીખે જામનગર આવી પહોંચ્યા હતા. આ નામની યાદીના આધારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે વિદેશથી આવેલા નાગરિકનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી કોરોના પરિક્ષણ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ રિપોટ આવ્યોે હતો.

- Advertisement -

પરંતુ ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીને ડેન્ટલ હોસ્પિટલમાં અલગથી રાખવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેની સારવાર ચલાવવામાં આવી રહી છે. જોકે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે, અને ઓક્સિજનની કે જરૂરત રહેતી નથી. તેમજ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પોઝીટીવ કેસ આવ્યા બાદ દોડતી થઈ છે, કમિશનર, અને ડેપ્યુટી કમિશનરના નેજા હેઠળ આરોગ્ય વિભાગની ટીમની તાકીદની બેઠક યોજાયા પછી મોરકંડા રોડ પર આરોગ્ય વિષયક પગલાં લેવામાં આવ્યા હતાં અને શંકાસ્પદ દર્દીના મકાન અને આસપાસના વિસ્તારને ક્ધટેઇન્મેન્ટ ઝોન બનાવી દેવાયો છે. ઉપરાંત કુલ 11 વ્યક્તિના કોવિડ ટેસ્ટ કરાવતા તમામના આર. ટી.પી. સી. આર. ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જયારે દર્દીના રિપોર્ટ પુના મોકલાવ્યો છે. જેના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular